પ્રસ્તાવના :
www.blogger.com એક ફ્રિ બ્લોગ પોસ્ટ લખવાનું પ્લેટફોર્મ છે. તેની મદદથી ફ્રિ માં બ્લોગ બનાવીને માહિતી ને આસાનીથી શેર કરી શકાય છે.
blogger ની ગણતરી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં થાય છે, કારણ કે તે કન્ટેન્ટને વર્ષ, મહિનો, વિક, દિવસ, કેટેગરી, લેબલ વગેરે માં વિભાજીત કરીને વાચકો શુધી પહોચાડે છે.
blogger પર બ્લોગ બનાવનારને બે પ્રકારના સબ-ડોમેઈન ફ્રિમાં મળે છે, એક blogspot.com અને બીજો જેતે યુજરના દેશ પ્રમાણે.
જેમકે (1) gujaratihelpguru.blogspot.com
(2) gujaratihelpguru.blogspot.in
blogger.comની વિશેષતાઓ
જે મિત્રોને બ્લોગીંગ વિષે પૂરી માહિતી ના હોય અને નવા હોય તે મિત્રો blogger.com પર બ્લોગ બનાવજો બીજા કોઈ પ્લેટફોર્મ પર બ્લોગ ના બનાવશો કારણ કે બીજા બ્લોગ પ્લેટફોર્મ ફ્રિ હોતા નથી.blogger ની વિશેષતાઓ નીચે મુજબ છે...
- ભાષા : blogger.com ૫૦થિ પણ વધારે ભાષામાં ઉપલબ્ધ છે. જો તમને અંગ્રેજી ભાષા ફાવતી ના હોય તો તમે તમારી લોકલ ભાષામાં પોસ્ટ લખી શકો છો.
- ફ્રિ ડોમેઈન નામ : જયારે આપણે blogger.com પર નવો બ્લોગ બનાવીએ ત્યારે blogger આપણને ફ્રિ માં ડોમેઈન નામ આપે છે જે blogspot.com સબ ડોમેઈન વાળું હોય છે.
- ફ્રિ હોસ્ટીંગ : blogger.com પર બ્લોગ બનાવવા વાળાને હોસ્ટીંગ ફી ભરવી પડતી નથી, અહી આપને બ્લોગ ને ફ્રીમાં હોસ્ટ કરી શકીએ છીએ.
- ફાસ્ટ સ્પીડ : સર્ચ એન્જીનમાં blogger પર બનાવેલ બ્લોગ ની સ્પીડ સારી હોય છે.
- ઈજી યુજ : blogger.com પર બનાવેલ બ્લોગ ને સરળતાથી વાપરી શકાય છે. તેના માટે કોઈ ટ્રેનીંગની જરૂર પડતી નથી.
- કસ્ટમ ડોમેઈન નામ : ડોમેઈન નામ ને કોઈ અન્ય ડોમેઈન પર રી-ડાયરેક્ટ કરી શકાય છે.
- કસ્ટમ ડેસિંગ : blogger બ્લોગની થીમ સરળતાથી એડિટ કરી શકાય છે. ફ્રિ બ્લોગ થીમ પણ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી શકાય છે.
છેલ્લે...
જો તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો જરૂરથી બતાવજો ....
0 કોમેન્ટ:
ટિપ્પણી પોસ્ટ કરો